મોરબી : લાલપર ગામે કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ અને વિવિધ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબી તાલુકાના લાલપર ગામે યુવા ગ્રુપ, લાલપર સોશ્યલ ગ્રુપ- મોરબી દ્વારા લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ફરજ બજાવતા 28 આરોગ્ય અધિકારી, જેઓએ કોરોના કાળમા પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વિના નિષ્ઠાપુર્વકની ફરજ બજાવી અનેક લોકોને સારવાર આપી અને અત્યારે રસીકરણ અભિયાનને સફળ બનાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, તેવા કર્મશીલ આરોગ્યકર્મીઓનુ શીલ્ડ દ્વારા સન્માન કરાયું હતું. સાથે લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કેરોનાનો ભોગ બની અવસાન પામેલા જગદિશભાઇ કૈલા (phc સુપર વાઇઝર) તેમજ આશાવર્કર ગીતાબેન અધારાના પુત્રી અને પુત્ર તેમનું સન્માન સ્વીકારવા આવતા વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ ઉભા થઇ બન્ને સદગત આત્માને શ્રધાજંલી પાઠવી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. વધુમાં, લાલપર ગ્રામ પંચાયત દ્વારા સરકારની યોજનામાથી તેમજ સ્વભંડોળમાથી હાથ ધરાયેલા વિવિધ રુ. 1.49 કરોડ (3-2020 થી 8-2021 સુધી)ના કામોનુ લોકાર્પણ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, પુર્વ ઘારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઇ ટમારીયા, કારોબારી સમિતિ ચેરમેન જયતિંભાઇ પડશુંબીયા, બાંધકામ સમિતિ ચેરમેન અજયભાઇ લોરીયા, તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઇ ચાવડા, કારોબારી ચેરમેન રાકેશ કાવર, ચેરમેન ગોરધનભાઇ સોલંકી, પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયા, ચેરમેન જેઠાભાઇ પારેઘી, બચુભાઇ ગરચર, યુવા ભાજપ પ્રમુખ નિતેષ બાવરવા, આનંદ અગોલા, લાલપરના વતની સિરામિક એશોસિયનના પ્રમુખ નિલેશ જેતપરીયા, પુર્વ નગરપાલીકા પ્રમુખ કેતન વિલપરા, સરપંચ શારદાબેન રમેશભાઇ વાસદડીયા, આરોગ્ય વિભાગના RCHO કારોલીયા, ડો. કોટડીયા, ડો. રંગપરીયા, MO ડો. હીરેન વાસદડીયા તથા લાલપર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી બોરસણીયા, પ્રાથમિક શાળાના આચાર્ય કૈલાશભાઇ, લાલપર ગ્રામ પંચાયત સભ્યોની ઉપસ્થિતીમા કરવામા આવ્યુ હતું. સમગ્ર કાર્ય ક્રમનુ સંકલન લાલપરના પુર્વ સંરપંચ અને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા એ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા યુવા ગ્રુપ તથા કમલેશભાઇ, મુકેશભાઇ, હરીભાઇ, બીપીનભાઇ, વિપુલભાઇ, વિરલભાઇ, કિશોરભાઇ એ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..