મોરબી : મોરબી જલારામ સેવા મંડળના અગ્રણી કોરોના વોરિયર ડો. અમિત ઘેલાણી કોરોનાની મહામારી સામેની લડાઈમા સતત ૬ મહીનાથી નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. પ્રવર્તમાન સમયે સમગ્ર વિશ્વમા કોરોનાની મહામારીએ ભરડો લીધો છે. ત્યારે મોરબી જલારામ સેવા મંડળના અગ્રણી કોરોના વોરિયર ડો. અમિત ઘેલાણી છેલ્લા ૬ મહીનાથી દીવસ-રાત સતત મહામારી સામે લડી રહ્યા છે અને પોતાની અનન્ય સેવા સમાજને પ્રદાન કરી રહ્યા છે. મોરબી તાલુકામા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો. અમિત ઘેલાણીને સરકાર દ્વારા કોરોના વિષયક વિવિધ કામગીરીઓ સોંપવામા આવી છે. શરૂઆતના તબક્કામા તેઓ વિદેશથી આવેલા પ્રવાસીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવા તેમજ સતત ૧૪ દીવસ તેમનુ ફોલો અપ લેવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારબાદ મોરબીમાંથી અન્ય રાજ્યમા જતા શ્રમિકોનુ મેડીકલ ચેક-અપ કરી તેમને મેડીકલ સર્ટીફિકેટ આપવાની કામગીરી કરી રહ્યા હતા. સાથે રેડ ઝોનમાંથી આવતા તમામ પ્રવાસીઓનુ ચેક અપ તેમજ ફોલો અપની કામગીરીમા જોડાયા હતા. ત્યારબાદ પરિવહન શરૂ થતા શહેરની ચેક-પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા હતા. ગુજરાત રાજ્યનુ કોરોના હોટસ્પોટ એવા અમદાવાદ શહેરમા કોરોના ની કામગીરી અંગે ૧૫ દીવસ ફરજ અદા કરવામા પણ મોરબીના તબિબ ડો. અમિત ઘેલાણીએ પાછી પાની નહોતી કરી. પ્રવર્તમાન સમયમા મોરબી શહેરમા કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ફાળવવામા આવેલ વિવિધ વિસ્તારોમા જઈ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રેપિડ એન્ટિજન કીટ દ્વારા પરિણામ જાહેર કરવાની કામગીરી કરી રહ્યા છે. જો શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવે તો તે તમામનુ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવુ, તેમની આજુબાજુમા રહેતા ૫૦ પરિવારોનુ સર્વે કરવુ તેમજ પોઝીટીવ દર્દીનુ ૧૪ દીવસ ફોલો-અપ લઈ બધા જ રીપોર્ટ સબમિટ કરવા સહીતની કામગીરી કરવા ઉપરાંત મોબાઈલ ઓ.પી.ડી.ની કામગીરી પણ મોરબી જલારામ સેવા મંડળના અગ્રણી ડો. અમિત ઘેલાણી તેમની ટીમ સાથે કરી રહ્યા છે. ડો. અમિત ઘેલાણીની ફરજનિષ્ઠા બદલ મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ભાવીન ઘેલાણી, જયેશભાઈ કંસારા સહીતનાઓએ શુભકામના પાઠવી છે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડએ યાદીમાં જણાવેલ છે.