મોરબી:જિલ્લાભરમાં કોરોનાને નાથવા દિનપ્રતિદિન સઘન વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરાઈ રહી છે.જે અંતર્ગત આવતીકાલે શુક્રવારે જિલ્લાના અલગ-અલગ 145 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિનેશન ડ્રાઈવમાં મોરબી તાલુકાના 49,માળીયા તાલુકાના 12, વાંકાનેર તાલુકાના 37, ટંકારા તાલુકાના 16 અને હળવદ તાલુકાના અલગ-અલગ 31 સ્થળોનો સમાવેશ કરાયો છે.રસી લેવામાં બાકી તમામ લોકોને રસી લઈ લેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.