મોરબી : મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વધુ લોકો કોરોના વેક્સીન મુકાવે તેવા હેતુથી આરોગ્ય વિભાગના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આવતીકાલ ગુરુવારે સામાંકાંઠે 45 વર્ષથી ઉપરના લોકો માટે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાશે. મોરબીમાં રાજશ્રી વિદ્યાલય અને ઓમ શક્તિ એન્જિનીયરીંગ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા. 27ના રોજ 45 વર્ષથી ઉપરના લોકો માટે કોરોના વેકસીનેસન કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પ સામાં કાંઠા વિસ્તારના લોકો લાભ લઇ શકે તે માટે સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી રાજશ્રી વિદ્યાલય ખાતે યોજાશે. કેમ્પમાં લોકોની ભીડ ના થાય અને વ્યવસ્થા જળવાય, તે માટે નિઃશુલ્ક ટોકન વ્યવસ્થા રાખેલ છે. કેમ્પના ટોકન મહેન્દ્રનગર મેઈન રોડ પર કુળદેવી કિરાના સ્ટોર ખાતે મળી જશે. વધુ વિગત માટે ભરતસિંહ 75675 34134, હરપાલસિંહ 96249 22377નો સંપર્ક કરી શકાશે.