45 વર્ષથી વધુ વયના નગરજનોએ કેમ્પનો લાભ લેવા અનુરોધ હળવદ : કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા માટે જિલ્લાભરમાં 45 વર્ષથી ઉપરના લોકોને નિઃશુલ્ક કોરોના પ્રતિરોધક વેકસીન અપાઈ રહી છે. તે અનુસંધાને હળવદના સોનિવાડ વિસ્તારમાં આવેલ શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે આવતીકાલ તા. ૧૧/૦૪/૨૦૨૧ને રવિવાર સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુધી કોરોના વેક્સીનેશન કેમ્પનું આયોજન કરેલ છે. જેનો હળવદના 45 વર્ષથી ઉપર લોકોએ લાભ લેવા તથા કેમ્પમાં રસી મૂકવા આવનારે આધાર કાર્ડ સાથે લાવવા આયોજકોએ યાદીમાં જણાવ્યું છે.