મોરબી : મોરબીમાં ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા આવતીકાલ તા. 15ના રોજ કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મોકૂફ રાખવામાં આવ્યું છે. મોરબીમાં ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા કડવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે કોરોના રસીકરણ કેમ્પનું આવતીકાલ તા. 15 મેને શનિવારે આયોજન કરેલ હતું. પરંતુ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ નિર્ણય મુજબ રાજ્યમાં ચાર દિવસ માટે વેક્સિનેશન શેડ્યુલની કામગીરી માટે રસીકરણ સ્થગિત કરવામાં આવ્યું છે. આથી, કેમ્પ હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવેલ છે. કેમ્પ માટેની નવી તારીખ નક્કી કરી જણાવવામાં આવશે. જેની દરેક વ્યક્તિએ નોંધ લેવા યાદીમાં જણાવાયુ છે.