મોરબી : મોરબી તાલુકાના કાંતિપુર ગામમાં આગામી તા.10 ના રોજ 45 થી વધુ વયના લોકો માટે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાશે. કાંતિપુર મુકામે આંગણવાડી કેન્દ્ર ખાતે આગામી તારીખ ૧૦/૬/૨૦૨૧ને ગુરૂવારના રોજ રાત્રે 7 થી 9 વાગ્યા સુધી વેકસીનેશન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં ફક્ત ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીનના પ્રથમ તેમજ બીજા ડોઝ માટે આધાર કાર્ડ સાથે રાખીને ગામવાસીઓએ સમયસર હાજર રહેવા કાંતિપુર ગ્રામ પંચાયતના સરપંચ ઈશ્વરભાઈ જીવરાજભાઈ કલોલા દ્વારા યાદીમાં જણાવાયું છે.