મોરબી : મોરબી જિલ્લાના આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. બીજી તરફ એક્ટિવ કેસ પણ ઘટીને 11 થઈ ગયા છે. મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ આજે 330 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી એક પણ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. બીજી તરફ આજે મોરબીના એક દર્દી રિકવર થયા છે. એટલે કોરોનાના એક્ટિવ કેસ 12માંથી ઘટીને 11 થઈ ગયા છે.