2 દર્દી રિકવર થયા, એક્ટિવ કેસનો આંક 46એ પહોંચ્યો મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 8 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજની સ્થિતિએ એક્ટિવ કેસનો આંક 46એ પહોંચી ગયો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 1120 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 2 અને ગ્રામ્યના 4, વાંકાનેર ગ્રામ્યના 1 તથા માળિયા ગ્રામ્યના 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 1 અને ટંકારાના 1 કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 46 થઈ છે.