4 દર્દી રિકવર થયા, એક્ટિવ કેસનો આંક 57એ પહોંચ્યો મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 7 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 4 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસનો આંક 57એ પહોંચી ગયો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 1006 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 2 અને ગ્રામ્યના 5 મળી કુલ 7 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 4 કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 57 થઈ છે.