મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 21 થયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 567 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરમાં 1, ગ્રામ્યમાં 4 અને ટંકારામાં 1 મળી 6 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 3 અને માળિયાના 1 મળી 4 દર્દી રિકવર થયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 21 થઈ ગયા છે.