મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારે નવા 4 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસની સંખ્યા 10એ પહોંચી છે. મોરબી જિલ્લામાં આરોગ્યતંત્રએ આજે તા.6એ 418 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી મોરબી ગ્રામ્યના 2 અને ટંકારા ગ્રામ્યના 2 મળી કુલ 4 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે મોરબીમાં 1 દર્દી રિકવર થયા છે. આમ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 10 થઈ ગયો છે.