1 દર્દી રિકવર થયા, એક્ટિવ કેસનો આંક 60એ પહોંચ્યો મોરબી : મોરબી જિલ્લામાં આજે ટેસ્ટ ઓછા થયા હોવાથી કોરોનાના કેસમાં રાહત મળી છે. આજે 2 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 1 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસનો આંક 60એ પહોંચી ગયો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 247 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 1 અને ગ્રામ્યના 1 મળી કુલ 2 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 1 કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 60 થઈ છે.