મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 64 થયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 381 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરના 1, મોરબી ગ્રામ્યના 1 મળી 2 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 2 અને હળવદના 1 મળી કુલ 3 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 64 થઈ ગયા છે.