મોરબી સિવિલમાં દાખલ 22 વર્ષની યુવતીમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સેમ્પલ લેવાયા મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોના ટેસ્ટ માટે એક શંકાસ્પદ દર્દી સહિત કુલ 141 લોકોમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કોરોના ટેસ્ટ માટે માસ સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત મોરબી જિલ્લાની સરકારી હોસ્પિટલ અને સરકારી સ્વાસ્થય કેન્દ્રો પર કુલ 140 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલિંગ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોરબી સિવિલમાં દાખલ ભીમકટા (જામનગર)ની 22 વર્ષની યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લેવાયા છે. આમ આજે મંગળવારે કુલ 141 લોકોના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલ્યા છે. જેમનો રિપોર્ટ કાલે બુધવારે આવશે.