મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 106 થયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 563 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરના 3, મોરબી ગ્રામ્યના 7, હળવદ ગ્રામ્યના 1, હળવદ શહેરના 1, ટંકારા ગ્રામ્યના 1 મળી 13 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 5 અને ટંકારાના 1 મળી કુલ 6 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 106 થઈ ગયા છે.