મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઘટી છે આજે કોરોનાના 10 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 61 થયા છે મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે 756 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 8, વાંકાનેર ગ્રામ્યમાં 1, હળવદ ગ્રામ્યમાં 1 મળી કુલ 10 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મોરબીના 9 અને વાંકાનેરના 2 દર્દી મળી કુલ 11 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 61 થઈ ગયા છે.