મોરબી : મોરબી જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 77 યથાવત રહ્યા છે મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 741 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 1, મોરબી શહેરમાં 5, હળવદ ગ્રામ્યમાં 1 અને ટંકારા ગ્રામ્યમાં 3 મળી કુલ 10 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 8, વાંકાનેરના 1 અને હળવદના 1 મળી કુલ 10 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 77 યથાવત રહ્યા છે.