મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારે કોરોનાનો નવો 1 કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 24 થયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 503 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરના 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે એક પણ દર્દી રિકવર થયા નથી. આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ વધીને 24 થઈ ગયા છે.