મોરબી : સાંસદ મોહનભાઇ કુંડારિયા કોરોનાગ્રસ્ત થયા છે. જો કે હવે તેઓને હોમ આઇસોલેશનમાં માત્ર 3 દિવસ જ બચ્યા છે. હાલ તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના સાંસદ મોહનભાઇ કુંડારિયા સ્પેનના પ્રવાસે ગયા હતા. ત્યાંથી તા.23ના રોજ તેઓ પરત ફર્યા હતા. પરત ફર્યા બાદ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ આઇસોલેશનમાં હતા. આજે તેઓની તબીયત સારી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં હવે તેઓને હોમ આઇસોલેશનમાં માત્ર 3 જ દિવસ બાકી રહ્યા હોવાની માહિતી મળી છે.