જિલ્લામાં 267 દર્દીઓ સાજા થયા : 102 કેસ મોરબી તાલુકાના, બાકીના 33 અન્ય ચાર તાલુકાના મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના 135 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે અગાઉ ચાર ડિજિટમાં રહેલો એક્ટિવ કેસનો આંક ત્રણ ડિજિટમાં પહોંચ્યો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1434 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 135 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 267 દર્દીઓ રિકવર પણ થયા છે. બીજી તરફ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 969 થયો છે. 31 જાન્યુઆરી, સોમવાર મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 38 મોરબી શહેર : 64 વાંકાનેર ગ્રામ્ય : 08 વાંકાનેર શહેર : 02 હળવદ ગ્રામ્ય : 02 હળવદ શહેર : 01 ટંકારા ગ્રામ્ય : 10 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 10 માળિયા શહેર : 00 કુલ : 135 31 જાન્યુઆરી, સોમવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 176 વાંકાનેર તાલુકા : 28 હળવદ તાલુકા : 29 ટંકારા તાલુકા : 26 માળિયા તાલુકા : 08 કુલ ડિસ્ચાર્જ : 267