રીપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો : એક વ્યક્તિને સ્વાઈન ફલુ હોવાનું આવ્યું સામે મોરબી : મોરબીમાં ગઈકાલે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ચાર લોકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડીને તેઓના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આજે સાંજે લેબમાંથી આવી ગયા છે. આ ચારેય રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેથી આરોગ્ય તંત્રએ હાશકારો લીધો છે. જો કે તેમાંથી એક વ્યક્તિને સ્વાઇનફલુ હોવાનું સામે આવ્યું છે. વધુમાં એક મહિલાને હાલ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. જેનો રિપોર્ટ આવતીકાલે આવનાર છે. મોરબીમાં ગઈકાલે સોમવારે બપોરે બીજા રાજ્યનો પ્રવાસ કરીને આવેલા બે યુવકોમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાયા બાદ સાંજે મોરબીના લાલપર પાસે રહેતા 22 વર્ષના યુવાન અને સામાંકાઠે હાઉસિંગ બોર્ડમાં રહેતા 21 વર્ષના યુવાનમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાયા હતા. આ ચારેયને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેસન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવ્યા હતા. આ રિપોર્ટ અંગે આરોગ્ય અધિકારી ડો.કતીરાએ જણાવ્યું કે આ ચારેય વ્યક્તિઓના આજે સાંજે રિપોર્ટ આવી ગયા છે. ચારેય વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેથી કોઈ ચિંતા જનક બાબત નથી. જો કે એક વ્યક્તિને સ્વાઈન ફલૂ હોવાનું રિપોર્ટમાં આવ્યું છે. જેથી તેને સ્વાઈન ફલૂના વોર્ડના ખસેડવામાં આવી છે.