મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ રફતાર પકડી હોય તેમ આજે 5 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજની સ્થિતિએ એક્ટિવ કેસનો આંક 17એ પહોંચી ગયો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 1015 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી ગ્રામ્યના 5 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના જ 2 કોરોનાગ્રસ્ત દર્દીઓ રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 17 થઈ છે.