ગ્રામ્ય સ્તરે સરપંચ અને તલાટીને પણ કામગીરી સોંપાઇ : અંતિમ સંસ્કારના કિસ્સામાં ૨૦(વીસ) થી વધુ વ્યક્તિઓને ભેગું થવાનું રહેશે નહિ. અત્યંત ઈમરજન્સી મેડીકલ સેવા મટે બહારગામ જવાનું થાય તેવા સંજોગોમાં મામલતદાર પાસેથી પાસ મેળવવાનો રહેશે મોરબી : કોરોના વાયરસની મહામારી અટકાવવા મોરબીમાં “ઈન્સીડન્ટ કમાન્ડર” તરીકે અધિક મેજિસ્ટ્રેટ તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની નિમણૂક બાદ યોજાયેલ બેઠકમાં ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રીઓને વિવિધ સુચનાઓ આપવામાં આવી છે. આ બેઠક બાદ મોરબી જિલ્લામાં આવેલ તમામ વાણિજ્યિક અને ખાનગી એકમો તાત્કાલિક અસરથી બંધ કરાવવા તથા તે એકમોમાં કામ કરનાર તમામ મજુરો ક્યાંય પણ જાય નહિ પોતાના વતનમાં હાલમાં પરત ના ફરે તે અંગે તમામ એકમોનાં માલિકને સમજાવવાની જવાબદારી ગામના તલાટી-કમ-મંત્રી તથા સરપંચશ્રીએ નિભાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેની ફેક્ટરીધારકો, કારખાનેદારો તથા ખાનગી માલીકના એકમોને લેખીતમાં જાણ કરવા પણ સુચના અપાઇ છે. ફળ, શાકભાજી, કરિયાણા, દુધ માટે હોમ ડીલેવરીની વ્યવસ્થા, અપવાદરૂપ કિસ્સામાં જો આ દુકાનોએ લોકો સામાન ખરીદવા આવે તો ત્યાં પટ્ટા મારવાં, સર્કલ કરી સમાન ખરીદતી વખતે એક નિશ્ચિત અંતર જાળવે તેવી વ્યવસ્થા ઉભી કરવા પણ સુચના અપાઇ છે. ગામમાં તમામ પરિવહન સેવાઓ સ્થગિત કરી કોઈ ખાનગી વાહનો જેવા કે જીપ, રીક્ષા, ઈકો, આંતર ગ્રામ્યના રસ્તાઓ પર પરિવહન ના કરે તેની તકેદારી રાખવાની રહેશે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ, તાલીમ સંસ્થાઓ, કોચીંગ સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ બંધ કરવાની રહેશે. ઉપાસનનાં તમામ સ્થળો કોઈપણ અપવાદ વિના બંધ રાખવાના રહેશે. અંતિમ સંસ્કારના કિસ્સામાં ૨૦(વીસ) થી વધુ વ્યક્તિઓને ભેગું થવાનું રહેશે નહિ. ગામમાં તા.૧૫/૦૨/૨૦૨૦ પછી આવેલા તમામ વ્યક્તિઓની જાણ આરોગ્ય સંભાળ કર્મચારીઓને કરવાની રહેશે, આવા લોકોને આરોગ્ય કર્મચારી સુચવે તે અનુસાર હોમ કોરોન્ટાઈન કરવાના રહેશે આ સુચનાનું પાલન ના કરનાર વ્યક્તિઓ સામે IPCની એક્શન ૧૮૮ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્યંત ઈમરજન્સી મેડીકલ સેવા મટે બહારગામ જવાનું થાય તેવા સંજોગોમાં મામલતદારશ્રી પાસેથી પાસ મેળવવાનો રહેશે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુનો જથ્થો હોલસેલ વેપારી પાસેથી લાવવા લઈ જવા માટેના વાહનોની અટકાયત ના થાય તથા તે અંગેના પાસ કે અન્ય સુચનાઓ માટે પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ.નો સંપર્ક કરવાનો રહેશે. સુચનાઓનું ભંગ થયે જવાબદાર વ્યક્તિઓની સામે ડિઝાસ્ટર એક્ટ-૨૦૦૫ની સેકશન-૫૧ થી ૬૦ તદુપરાંત IPCની એકશન ૧૮૮ મુજબ કાયદાકીય પગલાઓ લેવામાં આવશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/