5 તાલુકાના મથકોમાં 173 કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં 200 કેસ મોરબી તાલુકામાં જિલ્લાના 76 ટકા કેસ : જિલ્લામાંથી 76 દર્દીઓ થયા રિકવર મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં કોરોનાના નવા 373 કેસ નોંધાયા છે. જો કે તેમાં એકલા મોરબી તાલુકાના જ 76 ટકા કેસ છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1746 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 373 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 76 લોકો સાજા પણ થયા છે. સંક્રમણના ફેલાવામાં ગ્રામ્ય વિસ્તારે શહેરોની સાઈડ કાપી છે. 5 તાલુકા મથકોમાં 173 કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં 200 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંક 1683 થયો છે. 22 જાન્યુઆરી, શનિવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 121 મોરબી શહેર : 165 વાંકાનેર ગ્રામ્ય : 06 વાંકાનેર શહેર : 07 હળવદ ગ્રામ્ય : 19 હળવદ શહેર : 01 ટંકારા ગ્રામ્ય : 39 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 15 માળિયા શહેર : 00 કુલ : 373 22 જાન્યુઆરી, શનિવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 54 વાંકાનેર તાલુકા : 07 હળવદ તાલુકા : 04 ટંકારા તાલુકા : 06 માળિયા તાલુકા : 05 કુલ ડિસ્ચાર્જ : 76