બહાર ગામના લોકો મોટીબરાર ગામમાં પ્રવેશે તો રૂ.1000 દંડ માળીયા : હાલમાં કોરોનાનો પ્રકોપ વધતા માળીયા તાલુકાના મોટીબરાર ગામે ગ્રામજનો અને પંચાયત દ્વારા બહારના લોકોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં હાલમાં કોરોના મહામારીએ ફરી માંથી ઊંચક્યું છે ત્યારે હવે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી માળીયા તાલુકાના મોટીબરાર ગ્રામ પંચાયત દ્વારા સમસ્ત ગ્રામજનો સાથે બેઠક યોજી બહારથી આવતા લોકો માટે મોટીબરાર ગામમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. વધુમાં જો કોઈ પણ વ્યક્તિ મંજૂરી વગર મોટીબરાર ગામે પ્રવેશ કરશે તો રૂપિયા 1000 દંડ ફટકારવામાં આવશે અને આ દંડની રકમ ગામના વિકાસ કામમાં ઉપયોગમાં લેવામાં આવશે તેવું ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરી ગામના પ્રવેશ દ્વાર ઉપર હોર્ડિંગ પણ લગાવવામાં આવ્યા છે.