કોરોના નથી ગયો પણ ગ્રામ્યક્ષેત્રે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ વયા ગયા!! ટંકારા આરોગ્ય કેન્દ્ર ઉપરાંત લજાઈ અને નેકનામ આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાતમાં અનેક ક્ષતિઓ બહાર આવી ટંકારા : મોરબી જિલ્લામાં કોરોના મહામારીમાં આરોગ્ય સેવાની કથળેલી સ્થિતિ સામે આવ્યા બાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન એક્ટિવ બની રોજે રોજ ગ્રામ્યકક્ષાએ આવેલા પીએચસી અને સબ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આજે ટંકારા આરોગ્ય કેન્દ્ર અને અન્ય બે સબ આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન ફરજ ઉપરના તબીબી અને કર્મચારીઓ સમયસર હાજર ન હોવાથી આ ગંભીર બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને ધગધગતો લેખિત રિપોર્ટ કરાયો છે. મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા અને ઓટાળા બેઠકના મહિલા સદસ્યના પતિ અશોકભાઈ ચાવડાએ સોમવારે સવારે 9વાગ્યે ટંકારા તાલુકાના લજાઈ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ફરજ ઉપરના તબીબ હાજર ન હતા અને કલાકો સુધી રાહ જોવા છતાં પણ સમયસર આરોગ્ય કેન્દ્ર ઉપર ન આવતા આ મામલે તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરી હતી અને તાલુકા હેલ્થ ઓફિસરના ફોન રિસીવ કરવાની પણ જવાબદાર ફરજ ઉપરના તબીબે તસ્દી લીધી ન હતી. હાલમાં સરકાર જ સૂત્ર આપી રહી છે કે કોરોના હજુ ગયો નથી તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ જ જાણે સબ સલામત હોય તેમ વર્તી રહ્યા છે અને રસીકરણ જેવી પ્રક્રિયા ચાલતી હોવા છતાં પણ ફરજ ઉપર સમયસર હાજર થતા નથી આ સંજોગોમાં ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવતા ત્યાં પણ લેઇટ લતીફ આરોગ્ય કર્મચારીઓ ફરજ ઉપર હાજર ન હોય આરોગ્ય ચેરમેન દ્વારા આ ગંભીર બાબતે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રિપોર્ટ કરી સામુહિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ બુકમાં પણ નોંધ કરી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની બીજી લહેર સમયે ટંકારા તાલુકામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી ઉડીને આંખે વળગી હતી ત્યારે આજે લજાઈ, ટંકારા અને નેકનામ આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત સમયે જ અનેક ક્ષતિઓ સામે આવતા આવનાર દિવસોમાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે આકરા પગલાંના નિર્દેશ મળી રહ્યા છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..