મોરબી : કોરોના વાયરસે ફરી ફુફાડો માર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે આજે ટંકારા ગ્રામ્યમા આજે એક પોઝિટિવ કેસ નોંધાવવાની સાથે મોરબી જિલ્લામા કોરોના એક્ટિવ કેસની હેટ્રિક નોંધાઇ છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારીએ દેશ સહિત રાજ્યભરમાં દેખા દીધી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી ઝડપી બનાવી આજે જિલ્લામા કુલ 320 શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ મોરબી જિલ્લાના કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 3 થવા પામી છે.