મોરબી તાલુકામાં 5, હળવદ અને ટંકારા તાલુકામાં એક-એક કેસ : 6 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 7 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 41 થઈ ગયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 811 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 7 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 6 દર્દીઓ રિકવર પણ થયા છે. 21 ફેબ્રુઆરી, સોમવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 04 મોરબી શહેર : 01 વાંકાનેર ગ્રામ્ય : 00 વાંકાનેર શહેર : 00 હળવદ ગ્રામ્ય : 01 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 01 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 00 માળિયા શહેર : 00 કુલ : 07 21 ફેબ્રુઆરી, સોમવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 06 વાંકાનેર તાલુકા : 00 હળવદ તાલુકા : 00 ટંકારા તાલુકા : 00 માળિયા તાલુકા : 00 કુલ ડિસ્ચાર્જ : 06