મોરબી તાલુકામાં 2, ટંકારા તાલુકામાં 3 અને માળિયા તાલુકામાં 1 કેસ : 15 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 6 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 43 થઈ ગયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 962 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 15 દર્દીઓ રિકવર પણ થયા છે. 19 ફેબ્રુઆરી, શનિવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 02 મોરબી શહેર : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 વાંકાનેર શહેર : 00 હળવદ ગ્રામ્ય : 00 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 03 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 01 માળિયા શહેર : 00 કુલ : 06 19 ફેબ્રુઆરી, શનિવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 10 વાંકાનેર તાલુકા : 02 હળવદ તાલુકા : 00 ટંકારા તાલુકા : 02 માળિયા તાલુકા : 01 કુલ ડિસ્ચાર્જ : 15