કોરોના હવે ગાયબ થવાની તૈયારીમાં : 15 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાનો માત્ર 1 કેસ સામે આવ્યો છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 40 થઈ ગયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 594 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામે 4 દર્દીઓ રિકવર પણ થયા છે. 20 ફેબ્રુઆરી, રવિવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 00 મોરબી શહેર : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 વાંકાનેર શહેર : 00 હળવદ ગ્રામ્ય : 00 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 01 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 00 માળિયા શહેર : 00 કુલ : 01 20 ફેબ્રુઆરી, રવિવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 02 વાંકાનેર તાલુકા : 00 હળવદ તાલુકા : 00 ટંકારા તાલુકા : 00 માળિયા તાલુકા : 02 કુલ ડિસ્ચાર્જ : 04