મોરબી : મોરબી જિલ્લો થોડા દિવસ માટે જ કોરોના મુક્ત રહ્યો છે. આજે નવા 3 કેસ નોંધાતા કોરોના મુક્તનું લેબલ હટી ગયું છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 308 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી મોરબી શહેરના 1, મોરબી ગ્રામ્યના 1 અને વાંકાનેર શહેરના 1 દર્દી મળી કુલ 3 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ આજે એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ ગઈ છે.