સરેરાશ 60 ટકા જેટલું જ રાખડીનું માર્કેટ રહેવાનો અંદાજ : ગ્રાહકોમાં ઉત્સાહનો અભાવ મોરબી : ભાઈ બહેનના પવિત્ર હેતપ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનનો તહેવાર રવિવારે છે.ત્યારે મોરબીમાં હજુ સુધી રાખડીના માર્કેટમાં જોઈએ તેવી તેજી આવી નથી. આ વર્ષે કોરોનાની સ્થિતિ બહેતર હોવા છતાં રાખડીનું માર્કેટ હજુ શુષ્ક છે. આમ મોરબીમાં રક્ષાબંધનને કોરોનાની ઇફેક્ટ હોય સતત બીજા વર્ષે રાખડીનું માર્કેટ ઠંડુ છે. આથી સરેરાશ 60 ટકા જેટલું જ રાખડીનું માર્કેટ રહેવાનો અંદાજ છે. મોરબીમાં રાખડીઓના વેપારીઓના જણાવ્યા મુજબ દર વર્ષે રાખડીઓનું માર્કેટ અઢી કરોડની આસપાસ રહે છે.પણ છેલ્લા બે વર્ષથી રાખડીના માર્કેટને કોરોનાએ જબરી અસર કરી છે. હાલ શહેરમાં ઠેરઠેર અવનવી મનમોહક વેરાયટીઓની રાખડીનો મોટો ખજાનો ઉપલબ્ધ છે.પરંતુ રાખડીઓ હજુ જોઈએ તેવી ખરીદી જામી નથી.વેપારીઓના કહેવા મુજબ રાખડીઓનો વેપાર ઘણો જ ઘટી ગયો છે. આથી અઢી કરોડને બદલે આ વર્ષે રાખડીનું માર્કેટ દોઢ કરોડની આસપાસ રહેવાની ધારણા છે. અમુક વેપારીઓ કહી રહ્યા છે કે માલના રોકેલા પૈસા પણ માંડ નીકળે એવી હાલત છે. આ બાબતે વેપારી દિપકભાઈ.પોપટ અને વિપુલભાઈ ટોળીયાએ જણાવ્યું હતું કે, દર વખત કરતા આ વખતે 60 ટકા જેવું જ માર્કેટ રહેશે. સતત બીજા વર્ષે જોઈએ તેવી ડિમાન્ડ નીકળી નથી. ગયા વર્ષ કરતા સ્થિતિ સારી છે છતાં રાખડી બજાર હજુ ડિમ છે. હાલ 500 થી વધુ વેરાયટીની 2 રૂપિયાથી માંડીને 170 રૂપિયાની રાખડી ઉપલબ્ધ હોવા છતાં ઘણા લોકો ઓછા મૂલ્યની રાખડી ખરીદવાનું પસંદ કરે છે. આ વખતે નવી કોઈ વેરાયટી નથી. પણ માર્કેટમાં હજુ શુષ્ક મહોલ વેપારીઓને અકળાવી રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..