બન્ને દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રીવાળા : કુલ એક્ટિવ કેસ 5 થયા મોરબી : મોરબીમાં કોરોનાના નવા કેસ આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. જેમાં આજે નવા 2 કેસ નોંધાયા છે. બન્ને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ છે. હવે જિલ્લામાં નવા કેસોની સંખ્યા 5 થઈ છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજરોજ 371 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી આજે બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી તાલુકાના 57 વર્ષના મહિલાનો અને 44 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. બંને એ કોરોના રસીના બંને ડોઝ લીધેલ છે. મહિલાની તાજેતરમા અયોધ્યા અને વારાણસીની તથા પુરુષની ગુજરાતમાં જ આણંદ જિલ્લાની ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ છે. તેમજ બંને દર્દીની તબિયત સારી હોઈ હાલ હોમ આઇશોલેશનમાં સારવાર હેઠળ છે. તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.