મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે મોરબી જિલ્લામાં એક સાથે 31 નવા કેસ નોંધાયા હતા. મોરબી જિલ્લામાં આજે શનિવારે કુલ 649 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 31 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી ગ્રામ્યમાં 13, મોરબી શહેરમાં 9, વાંકાનેર ગ્રામ્યમાં 1, અને ટંકારા ગ્રામ્યમાં 6 અને માળીયા ગ્રામ્યમાં 2 કેસ નોંધાયો છે. બીજી તરફ આજે મોરબીના 7, વાંકાનેરના 2, હળવદના 3 અને ટંકારાના 2 મળી કુલ 14 દર્દી રિકવર થયા છે. આજના નવા 31 કેસ સાથે મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 102 થઈ ગઈ છે.