મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં આજે ફરી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં આજે કોરોનાની વિદાય નિશ્ચિત થઈ ગઈ હોય એમ આજે પણ એકય કેસ નોંધાયા ન હતા. મોરબી જિલ્લામાં ડિસેમ્બર માસમાં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ જાન્યુઆરીમાં હાહાકાર મચાવ્યો હતો એક તબબકે 350 થી પણ વધુ કેસ સામે આવતા કેટલાક નિયંત્રણ પણ લાદવામાં આવ્યા હતા. પણ ફ્રેબ્રુઆરી માસ શરૂ થતાં જ કોરોનાના વળતા પાણી શરૂ થયા હતા અને છેલ્લા 15 દિવસમાં તો એવી સ્થિતિ હતી કે, કોરોનાના કેસ સિંગલ ડીઝીટમાં આવી ગયા હતા અને કોરોના કેસ ઘટવાનો સિલસિલો યથાવત રહેતા હવે મોરબી જિલ્લો કોરોના મુક્ત થાય તેવા ઉજળા સંજોગો સામે આવ્યા છે. આજે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 552 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાંથી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. બીજી તરફ આજે 4 જ દર્દી રિકવર થતા હવે 04 કેસ જ એક્ટિવ રહ્યા છે. આ એક્ટિવ કેસ પણ બહુ જ ટૂંકાગાળામાં રિકવર થઈ જાય એવી આશા સેવાઈ રહી છે.