એક્ટિવ કેસ ઘટીને 1171એ પહોંચ્યા : જિલ્લામાં 373 દર્દીઓ સાજા થયા : 5 તાલુકાના મથકોમાં 57 કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં 64 કેસ મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે કોરોનાના નવા 121 કેસ સામે આવ્યા છે. વધુ એક સારા સમાચાર પણ આવ્યા છે. જિલ્લાના 373 દર્દીઓએ આજે કોરોનાને હરાવ્યો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1443 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 121 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 5 તાલુકા મથકોમાં 57 કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક સતત ચોથા દિવસે ઘટીને 1171 થયો છે. 29 જાન્યુઆરી, શનિવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 37 મોરબી શહેર : 51 વાંકાનેર ગ્રામ્ય : 09 વાંકાનેર શહેર : 06 હળવદ ગ્રામ્ય : 03 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 12 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 03 માળિયા શહેર : 00 કુલ : 121 29 જાન્યુઆરી, શનિવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 286 વાંકાનેર તાલુકા : 13 હળવદ તાલુકા : 20 ટંકારા તાલુકા : 39 માળિયા તાલુકા : 15 કુલ ડિસ્ચાર્જ : 373