બ્રહ્મસમાજના કોરોનાગ્રસ્ત ભાઈ-બહેનો માટે વિનામૂલ્યે સુવિધા ઉભી કરાઈ મોરબી : મોરબીમાં કોરોનાના પ્રકોપને કારણે દરરોજ સેંકડો સંક્રમિત થતા હોવાથી હોસ્પિટલો પણ ટૂંકી પડી છે. બેડ ન મળવાથી દર્દીઓને રઝળવાની નોબત આવે છે. આથી, કોરોનાના દર્દીઓને સઘન સારવાર મળે તે માટે જે તે સામાજિક લેવલે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીમાં પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોમવારથી કોરોના કેર અને આઇસોલેસન સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે બ્રહ્મસમાજના કોરોનાગ્રસ્ત ભાઈ-બહેનો માટે વિનામૂલ્યે સારવાર આપવા માટે પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.19 એપ્રિલને સોમવારથી કોરોના કેર અને આઇસોલેસન સેન્ટર શરૂ થનાર છે. આ સેવાકાર્યમાં ડો. ભાવનાબેન જાની, ડો. ચિન્મયભાઈ ત્રિવેદી, ડો. પ્રદીપભાઈ ભટ્ટ, ડો. આશિષભાઈ ત્રિવેદી, ડો. દિલીપભાઇ ભટ્ટ, ડો. ઉત્સવભાઈ દવે તથા ડો. વિરલભાઈ લહેરુ અને અન્ય બ્રાહ્મણ ડોકટરો સેવા આપશે. જે બ્રહ્મસમાજના ભાઈ-બહેનોને સારવાર અને આઇસોલેસનની જરૂરીયાત હોય, તેઓ અનિલભાઈ મહેતા-97277 31361, ભૂપતભાઇ પંડયા-98256 71698, નિરજભાઈ ભટ્ટ.99793 13192, ચિંતનભાઈ ભટ્ટ. 97152 77777 નંબર પર સંપર્ક કરી શકશે.