મોરબી જિલ્લામાં આજે 94 નવા કેસ જાહેર કરાયા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5177 કેસમાંથી 4097 સાજા થયા જ્યારે આજે સરકારી આંકડા મુજબ વધુ 4 દર્દીના મૃત્યુ સાથે કુલ 340ના મોત, એક્ટિવ કેસ વધીને 740 મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. જોકે આજે તંત્રએ વાસ્તવિક આંકડા નજીક કેસ દર્શવવાનું શરૂ કર્યું હોય તેમ 30 એપ્રિલ, શુક્રવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1964 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ 94 વ્યક્તિના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં સરકારી તંત્રએ કુલ 4 કોવિડ ડેથ જાહેર કર્યા છે. જ્યારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે કુલ 09 મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી હતી. સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 20 મોરબી ગ્રામ્ય : 28 વાંકાનેર સીટી : 01 વાંકાનેર ગ્રામ્ય : 02 હળવદ સીટી : 08 હળવદ ગ્રામ્ય : 11 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 15 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 09 આજના જિલ્લાના કુલ નવા કેસ : 94 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 46 વાંકાનેર તાલુકામાં : 09 હળવદ તાલુકામાં : 15 ટંકારા તાલુકામાં : 10 માળીયા તાલુકામાં : 03 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 83 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 740 કુલ ડિસ્ચાર્જ કેસ : 4097 મૃત્યુઆંક : 75 (કોરોનાના કારણે) 265 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 340 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 5177 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 259224