આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પોઝીટીવ વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના સેમ્પલ લેવાયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે. જેમાં હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બન્યા છે. નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આથી સલામતીના ભાગરૂપે આ સ્કૂલને સાત દિવસ માટે બંધ કરી દેવાઈ છે. મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ આજે એક 16 વર્ષનો વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ 16 વર્ષનો વિદ્યાર્થી મોરબી શહેરની નવયુગ વિદ્યાલય માં વિજ્ઞાન પ્રવાહમાં 12માં ધોરણમાં અભ્યાસ કરે છે.આથી આજે સલામતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોઝીટીવ વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા અન્ય તમામ વિદ્યાર્થીઓના અને શાળાના સ્ટાફ ના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે શાળામાં હવે કોરોનાનો પગપસેરો થતા ડરવાને બદલે આરોગ્ય તંત્રએ લોકોને વધુ સાવચેત રહેવાની અપીલ કરી છે અને સરકારની કોરોના ગાઈડલાઈનની ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..