ગઈકાલે શંકાસ્પદ લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયા હતા : આજે ફરીથી સેમ્પલ મોકલાયું મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયેલો છે. આ દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા સઘન આરોગ્ય તપાસ ચલાવવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે બુધવારે મોરબીના બરવાળા ગામના 27 વર્ષના યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કારણોસર આ યુવાનનું સેમ્પલ રિજેક્ટ થતા તેનો રિપોર્ટ પેન્ડિંગ રહ્યો હતો. જેથી આ યુવાનનું સેમ્પલ આજે ફરીથી લઈને રિપોર્ટ માટે મોકલાયાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.