60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે રસીકરણ મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલથી તમામ સરકારી હોસ્પિટલમાં અગાઉ નક્કી કરાયેલા 60 વર્ષની વયના નાગરિકોને વિનામૂલ્યે કોરોના વેક્સિનેશન અપાશે આ સાથે જ જિલ્લામાં નક્કી કરેલ ખાનગી હોસ્પિટલોમાં રૂ.250માં વેક્સિનના ડોઝ આપવામાં આવશે. કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ આગામી તા. ૧લી માર્ચ, ૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા ( બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ) નાગરિકોને કોરોના રસી આપવામાં આવશે. મોરબી જિલ્લા ના દરેક સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે જ્યારે આયુષમાન ભારત યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ ક્રિષ્ના હોસ્પિટલ મોરબી અને આયુષ હોસ્પિટલ મોરબી માં રૂ. ૧૦૦/- સર્વિસ ચાર્જ અને રૂ. ૧૫૦/- રસી ના ડોઝ ની કિંમત એમ કુલ મળીને રૂ. ૨૫૦/- લાભાર્થી પાસેથી લેવામાં આવશે. રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના કોમોર્બીડિટી ધરાવતા લાભાર્થી એ રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું કોમોરબીડીટી અંગે નું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે તમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.