ટંકારા : ટંકારા તાલુકાના ગજડી ગામની સીમમાં વાડી ધરાવતા ફરિયાદી વિનોદભાઈ હીરાભાઈ ડાંગર તેમજ અન્ય ખેડૂતોના ખેતરમાંથી કોઈ અજાણ્યા તસ્કરો અંદાજે 2025 ફૂટ કોપર વાયર કિંમત રૂપિયા 74,925 કાપીને ચોરી કરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.