ભંગારના ડેલાના માલિકે અર્ટિકા કારમાં આવેલા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબી શહેરના કાંતિનગર વિસ્તારમાં ભંગારના ડેલામાંથી બે ઈસમો અર્ટિકા કારમાં આવી તાંબા - પિત્તળનો ભંગાર ચોરી જતા આ મામલે ભંગારના ડેલાના માલિકે બન્ને ઈસમો વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી એક આરોપીને પકડી પાડ્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાંતિનગર વિસ્તારમાં ભંગારનો ડેલો ધરાવતા જમાલશા રહેમાનશા શાહમદારે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે માળીયા રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા સુલેમાનભાઇ હૈદરભાઇ જેડા ફતેમામદ તાજમામદ જામ નામના શખ્સોએ તેમના ભંગારના ડેલામાં આવી અર્ટિકા કારમાં 20 કીલો તાંબાનો ભંગાર કિ.રૂ.13 હજાર તથા 30 કીલો પિતળનો ભંગાર કિ.રૂ.15900 સહિત કુલ મળી રૂ. 28,900નો સામાન ચોરી કરી લઈ ગયા છે. સિટી બી ડિવિઝન પોલીસે જમાલશા રહેમાનશા શાહમદારની ફરિયાદના આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી માળીયા રહેતા આરોપી સુલેમાનભાઇ હૈદરભાઇ જેડાની અટકાયત કરી બીજા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..