પોલીસ વડા દ્વારા બન્ને વિભાગોની કામગીરીની વિગતો મેળવી જરુરી સૂચનો કરાયા મોરબી : મોરબીમાં સ્પેશિઅલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસ વડા દ્વારા બન્ને વિભાગોની કામગીરીની વિગતો મેળવી જરુરી સૂચનો કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સ્પેશિઅલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સંકલનની બેઠક જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની અધ્યક્ષમાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઓડેદરાએ સ્પેશિઅલ જુવેનાઈલ પોલીસ યુનીટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સંકલન અંગે થયેલી બન્ને વિભાગોની કામગીરીની વિગતો મેળવી સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયાએ સંકલન બેઠકનું મહત્વ વિશે અને જિલ્લા સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ શેરશીયાએ જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ અને ગુજરાત રૂલ્સ-૨૦૧૯ સંબધિત કાયદાકીય જોગવાઈની માહિતી આપી હતી.જ્યારે લીગલ કમ પ્રોબેશન ઓફિસર રોશનીબેન પટેલે સ્પેશિઅલ બેક ગ્રાઉન્ડ રિપોર્ટ વિશે જાણકારી આપી હતી. આ બેઠકમાં ડી.વાય.એસ.પી.અને નોડલ ઓફીસર એમ.આઈ.પઠાણ,જિલ્લાના તમામ તાલુકા ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરો,મિસિંગ સેલનો સ્ટાફ, બાળ સુરક્ષા એકમના અધિકારીઓ,જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ મોરબીના સભ્ય ચાઈલ્ડ વેલફેર કમિટિના ચેરમેન તથા સભ્યો અને ચાઈલ્ડ લાઈનના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..