ખેડૂતો દ્વારા ચાલતા બિનરાજકીય ઉપવાસ આંદોલનને વિવિધ મંડળીઓએ આપ્યો ટેકોમોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે ખેડૂતોના ખેતરમાં આવતી વીજ લાઈનના વળતર બાબતે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોના હિત માટે ચાલતા આ બિનરાજકીય આંદોલનને મોરબી જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ અને મંડળીઓ દ્વારા સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.ખેડૂતોના આંદોલનને મોરબી માળીયા પ્રોસેસીંગ કો. ઓપ. સોસાયટી લી. ના પ્રમુખ બાબુભાઇ જીણાભાઈ ઉઘરેજા અને વ્યવસ્થાપક કમિટી દ્વારા લેખિત ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ના પ્રમુખ નવીનભાઈ મકનભાઈ ફેફર અને સભ્યો, માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ના પ્રમુખ મનહરભાઈ ગાંડુભાઈ બાવરવા અને કમિટી સભ્યો, તેમજ ભાવપર સેવા સહકારી મંડળી લી. ના પ્રમુખ અને મંત્રીએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) - મોરબી ના વાઇસ ચેરમેન એમ. જી. બાવરવા અને તમામ કમિટી સભ્યો સાથે ભરતનગર સેવા સહકારી મંડળી લી. ના પ્રમુખ, મંત્રી અને તમામ સભાસદોએ પણ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.આ તમામ સંસ્થાઓએ પત્રો લખીને ખેડૂત આંદોલનને વધુ મજબૂત અને સરળ બનાવવા માટે આંદોલન કમિટી જે કોઈ નિર્ણય લેશે તેમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપવાની ખાતરી આપી છે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #MorbiNews #APMCMorbi #GujaratFarmers #MorbiTaluka