મોરબી: સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે તા. 02/01/2026ના રોજ મહિલા ગ્રીવન્સ સેલના ઉપક્રમે વાનગી સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સેલના કો-ઓર્ડીનેટર કવિતાબા ઝાલાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંભાળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ પ્રસ્તુત કરી હતી.આ સ્પર્ધામાં પ્રા. ડૉ. રેખાબેન કચોરીયા અને ડૉ. નાજાભાઈ કોડીયાતરે નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવી હતી. તેમના મૂલ્યાંકનના આધારે, વિજેતા વિદ્યાર્થીનીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ સ્થાને સોલંકી ભૂમિકા, સવાડીયા પૂનમ અને સોલંકી ભારતી, તેમજ દ્વિતીય સ્થાને અન્સારી નૂરજહાંબાનુ અને તૃતીય સ્થાન પર અંસારી આયસાબાનુ, કુમાવત ચેતના અને મિયાત્રા મિતલે ક્રમ મેળવ્યો છે. કોલેજના પ્રિન્સિપાલ ડો. રામભાઈ વારોતરીયાએ વિજેતાઓને અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી.