ઉપપ્રમુખ પદના ઉમેદવારે અગાઉની મતગણતી સામે વાંધો ઉઠાવતા ફરીથી મતગણતરીનો નિર્ણય લેવાતા ઉપપ્રમુખે પણ વાંધો ઉઠાવતા ફરીથી મતગણતરી થશે કે કેમ ?મોરબી : મોરબી બાર એસોસિએશનના હોદેદારોની ચૂંટણી યોજાયા બાદ પરાજિત ઉપપ્રમુખના દાવેદારે આ બાર એસોશીએશનના ઉપપ્રમુખની મતગણતરી સામે વાંધો ઉઠાવી ફરીથી ઉપપ્રમુખ પદની મતગણતરીની માંગ થતા મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત બાર એસો.ની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદ માટે રિકાઉન્ટીગ થશે.મોરબી બાર. એસો.ના ઉપપ્રમુખના ઉમેદવાર તેજશકુમાર દોશીએ ચૂંટણી કમિશનર અને મોરબી વકીલ મંડળને રજુઆત કરીને જણાવ્યું હતું કે, તાજેતરમાં મોરબી બાર એસો.ની ચૂંટણી યોજાઈ હતી અને જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારો ચૂંટાયા હતા.આ ચૂંટણીમાં તેઓ ઉપપ્રમુખના દાવેદાર હોય તેમને 209 મત અને સામેના ઉમેદવારને 212 મત મળતા માત્ર 3 મતનો તફાવત છે. એટલે તેમને વધુ મત મળે એમ હોવાથી ઉપપ્રમુખ તરીકે જીતી શકે એવો વિશ્વાસ વ્યક્ત કરી આ ઉપપ્રમુખની ફરીથી મતગણતરીની માંગ કરી છે. આથી આજે બપોરે ઉપપ્રમુખના મતોનું રિકાઉન્ટિંગ કરવામાં આવશે ત્યારે પરિણામ પર સૌની નજર રહેલી છે. ત્યારે આ ફરીથી મતગણતરી સામે ઉપપ્રમુખ તેજસકુમાર દોશીએ વાંધો ઉઠાવ્યો છે અનવ ફરીથી મતગણતરી સામે સવાલો ઉઠાવતા આ મુદ્દો વિવાદાસ્પદ થઈ ગયો છે.