મોરબી : કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં એક સામાજીક કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન મોરબીની પાટીદાર દીકરીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા મામલે મોરબી બાદ આજે માળીયા મિયાણા પોલીસ મથકમાં વધુ એક અરજી કરી એફઆરઆઇ નોંધવા માંગ કરવામાં આવી હતી.માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં રોહિશાળા ગામના પટેલ સમાજના અગ્રણી સંદીપ કાલરીયા સહિતના યુવાનો દ્વારા લેખિત અરજી કરી મોરબીના પાટીદાર સમાજની દીકરીઓની બદનામી થાય તેવો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થતા આ મામલે ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ગુન્હો નોંધવા માંગ કરી આવા નિવેદનથી પાટીદાર સમાજની બદનામી થઇ રહી હોવાનું જણાવી કાજલ હિન્દુસ્તાનીએ પોતાની વાહ-વાહી મેળવવા, ટી.આર.પી. તેમજ પબ્લીસીટી મેળવવા મનઘડત વાતો કરી પાટીદાર સમાજને બદનામ કર્યો હોય વિવાદિત કાજલ હિન્દુસ્તાની વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ માંગણી કરી હતી.