આકસ્મિક પરિસ્થિતિમાં લોકોને કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધમોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમમાં સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા જે જેથી કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં લોકોને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદને પગલે ખાસ કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે, જેથી લોકોને આકસ્મિક સ્થિતિમા ફોન નંબર (૧) 2822 243435 અને (૨) 2822 423300 નો સંપર્ક કરી શકાય છે. ઉપરાંત ટોલ ફ્રી નંબર 1077 નો પણ સંપર્ક કરી શકાય છે.કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય કે, કોઈ દુર્ઘટના બનવા પામે તો આ નંબર પર સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન સેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.